થોડાક અઠવાડિયા પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે જુના અને અનફીટ વાહનોના સ્કેપિંગ પોલિસીની જાહેરાત કરી હતી અને એક પખવાડિયાથી સ્કેપિંગ નીતિ ની રાહ જોવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી જાહેરાત કરી છે.
અને તેઓના કહેવા અનુસાર, સ્કેપિંગ નીતિ અપનાવનાર લોકોનું નવું વાહન ખરીદવા પર 5 ટકાની છૂટ આપવામાં આવશે.સ્વેચ્છિક વાહન સ્કેપિંગ માટે ખાનગી વાહનો માટે 20 વર્ષ અને કોમર્શિયલ વાહનો માટે 15 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આ નીતિના ચાર મુખ્ય ઘટકો છે, છુટ ઉપરાંત પ્રદૂષણ ફેલાવનાર વાહનો પર ગ્રીન એક્સ અને અન્ય ટેક્ષ્ ની જોગવાઈ કરવામાં આવી છે. આ વહાનોએ ઓટોમેટીક સુવિધાઓમાં ફરજિયાત ફિટનેસ.
અને પ્રદૂષણ પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે,તેના માટે દેશમાં ઓટોમેટીક સેન્ટર ની જરૂરીયાત પડશે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છે.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ઓટોમેટીક ફિટનેસ ટેસ્ટિંગ પીપીપી મોડેલ અંતર્ગત બનાવવામાં આવશે.
જ્યારે સરકારી ખાનગી ભાગીદારો અને રાજ્ય સરકારોને વાહનોના સ્કેટિંગ કરવા માટે સડયંત્ર લગાવવામાં મદદ કરશે. તેઓએ વધારેમાં કહ્યું કે જે વાહનો ઓટોમેટીક ટેસ્ટ પાસ નહિ કરી શકે તેને ચલાવવા પર દંડ લાગશે.
તેઓએ કહ્યું કે આ નીતિ વાહન ક્ષેત્ર માટે એક વરદાન સાબિત થવા જઈ રહી છે. આ વાહન ઉદ્યોગને સૌથી વધારે લાભકારી ક્ષેત્રોમાંથી એક બનાવી રહ્યું છે જેથી રોજગારી ઊભી થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment