સૌરાષ્ટ્રની આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જીતેલા સભ્યો ભાજપમાં જોડાતા આ બેઠક થઈ ગઈ ભાજપના કબજે, જાણો.

199

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હવે નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત માં ભાજપ ને બહુમતી મળી છે.28 ફેબ્રુઆરીએ 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી.

જેમાં ભાજપે 31 માંથી 31 જિલ્લા પંચાયત પર કબજો કર્યો હતો અને તાલુકા પંચાયતમાં 231 માંથી 196 બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો અને નગરપાલિકામાં 81 માંથી 79 બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય થયો હતો.

ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે સૌરાષ્ટ્રની વધુ એક તાલુકા પંચાયત પર ભાજપનો કબજો મળ્યો છે.

જૂનાગઢનાં વંથલી તાલુકા પંચાયતમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે.કોંગ્રેસના વિજેતા સભ્ય ભાજપને ટેકો જાહેર કર્યો છે.ભારતીય જનતા પાર્ટી પાસે 9 સભ્યો અને કોંગ્રેસ પાસે 7 સભ્યોનું સંખ્યાબળ છે.

શાપુર 2 ના વિજેતા સભ્ય ગોરધન ચૌહાણ ભાજપમાં જોડાયા છે અને તાલુકા પંચાયતમાં સત્તા મેળવવાનો માર્ગ ભાજપ માટે આસાન બની ગયો છે.

સૌરાષ્ટ્રમાંથી ભાજપ માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય કે કોંગ્રેસના જીતેલા સભ્યોએ ભાજપમાં જોડાતા ભાજપના બેઠક પર કબજો મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!