ગુજરાતમાં માતાજીના અનેક ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે બરવાળા તાલુકાના પાંચ ગામના સીમાડે આવેલા મુગલપુરાના મેલડી માં ના ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. મેલડી માતાજીનું આ મંદિર આજે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.
કહેવાય છે કે અહીં આવતા ભક્તો માતાજીની સામે પોતાનું માથું નમ આવે એટલે માતાજી તેમના તમામ દુઃખ દૂર કરે છે. મિત્રો તમને જણાવી દઈએ કે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખમીદાણા, નાવડા, શાહપુર, રોજીદ અને બરવાળા આમ પાંચ ગામના સીમાડે વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલું છે.
અહીં રવિવાર અને મંગળવારે સવારથી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. મોટી સંખ્યામાં અહીં આવતા શ્રદ્ધાળુ તાવાની માનતા રાખે છે. રવિવાર અને મંગળવારના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને તાવો કરે છે. આ મંદિરના ઇતિહાસ વિશેની લોકવાયકા વિશે વાત કરીએ તો, બરવાળા તાલુકાના પાંચ ગામના સીમાડે આવેલ મુંગલપુરના મેલડી માતાજીનું મંદિર છે.
અહીં પહેલા બાવળિયાના જંગલ જેવો વિસ્તાર હતો અને અહીં મુંગલપુર ગામ હતું. ગામમાં રહેતું તલસાણીયા પરિવાર ખેતીવાડીમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતું. આ પરિવાર નકારાત્મક શક્તિઓથી ખૂબ જ પીડાતું હતું, એટલે પરિવાર મેલડી માતાજીની પ્રાર્થના કરી, ત્યારે માતાજી તેમને સપનામાં આવીને પરેશાની દૂર કરવાનો ઉપાય બતાવ્યો.
માતાજીના ઉપાય પ્રમાણે પરિવારે તે અમલમાં મૂક્યું અને પછી માતાજીએ પ્રગટ થઈને કહ્યું જ્યાં નકારાત્મક શક્તિ દાટી છે ત્યાં મારું સ્થાપન કરજો. એટલું કહીને માતાજી અદ્રશ્ય થઈ ગયા. પછી પરિવારે ત્યાં માતાજીનું સ્થાપન કર્યું અને આજે અહીં આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અહીં આવતા ભક્તોના દુઃખ દૂર થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment