શું સમગ્ર દેશમાં કોરોના ની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી.આ પરિસ્થિતિ વચ્ચે લોકો બિનજરૂરી રીતે બહાર નીકળે તે દરેક લોકો માટે જોખમી છે. કેન્દ્ર ની અનલૉક 5 ની ગાઈડલાઈન અનુસાર રાજ્યની પરિસ્થિતિ અનુસાર 15 ઓક્ટોબર બાદ શાળા ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. દિલ્હી સરકારે 31 ઓક્ટોબર સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ આદેશ આપ્યો છે કે દિલ્હીની તમામ શાળાઓ 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે.આપેલા દિલ્હી સરકારે પાંચ સપ્ટેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે, 5 ઓક્ટોબર પછી શાળાઓ ખૂલી જશે. કોરોના ના કેસ વધતા વિદ્યાર્થી નું હિત ને ધ્યાનમાં રાખીને નિર્ણય બદલ્યો છે.
શાળાઓ બંધ કરવાનો આદેશ દિલ્હીની સરકાર સહિત કોર્પોરેશન,એનડીએમસી, દિલ્હી કેન્ટ સાથે સંકળાયેલી ખાનગી શાળાઓ માટે પણ લાગુ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment