ગુજરાતમાં સોમવારથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજા રમઝટ બોલાવશે…

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સોમવારથી ભારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજીબાજુ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 21 અને 22 જૂન ના રોજ હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં 22 જૂનના રોજ ભારે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

20થી 22 જૂન વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે. કારણ કે રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ બાદ ભાઈ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ માં ધોધમાર વરસાદ પડી શકે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 48 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે અમદાવાદના ધંધુકામાં વરસાદ પડ્યો છે. ધંધુકામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મહેમદાવાદમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત, ધોળકા, ચોટીલા, કપડવંજ અને બોટાદના રાણપુરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*