ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાઈ રહી છે જેને કારણે તાપમાનમાં પણ બદલાવ જોવા મળ્યો છે.
રાજ્યમાં ઉત્તર-પશ્ચિમમાં પવન ફુંકાઈ રહ્યા છે જેને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી હવામાન આગાહી કરી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ ની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉત્તર પશ્ચિમનના પવનો ફૂંકાતા તાપમાનમાં વધારો થશે.જેને લઇને 25 અને 26 તારીખે પોરબંદર, બનાસકાંઠા અને સાબરકાંઠા માં હિટવેવ ની આગાહી કરવામાં આવી છે.
ગરમ પવન ફુંકાવવાના તાપમાન કારણે તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ શહેરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં 41 થી 43 આસપાસ તાપમાન નોંધાશ.
અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. બેવડી ઋતુથી કૃષિ પાર્ક અને લોકોને સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. રાજસ્થાન પર એક સાકલોનિક સર્ક્યુલર સક્રિય થયું છે.
તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટી ને કારણે સૌરાષ્ટ્રમાં વીજળીના ચમકારા તેમજ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment