કોરોના ની ખરાબ પરિસ્થિતિને જોતા ભારતની મદદ કરવા આગળ આવ્યું પાકિસ્તાન, કહ્યુ કે…

Published on: 11:41 am, Mon, 26 April 21

પાકિસ્તાને પોતાના દેશમાં વધતા કોરોના સંકટ ને છોડી હવે ભારતની મદદ કરવાની ઓફર કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને કહ્યું કે તેઓ ભારતને વેન્ટિલેટર, ડિજિટલ એક્સ-રે મશીન અને પીપીટી કીટ સહિત કેટલીક જરૂરી વસ્તુઓની નિકાસ કરવા માટે તૈયાર છે.

થોડાક દિવસ પહેલા ઇમરાન ખાને પણ ટ્વીટ કરીને ભારતમાં કોરોના ને લઈને એકજૂથતા દેખાડી હતી.પાકિસ્તાની વિદેશ મંત્રાલય કહ્યું છે.

કે અમારી તરફથી કોરોના ની હાલ ની લહેર ને જોતા ભારતના લોકોની સાથે એકજુથતા ભાવ થી કોરોના ની જંગ માં ઉપયોગ થનાર કેટલીક ખાસ સામગ્રીઓને મોકલવા માટે તૈયાર છે.

નિવેદનમાં એમ પણ કહ્યું છે કે બને દેશ વૈશ્વિક મહામારી ના લીધે ઉભા થયેલા પડકારોને નાથવા માટે આગળ ત્વરિત પુરવઠા માટે સહયોગ ની સંભવિત પદ્ધતિઓની સંભાવનાઓ ચકાસી શકે છે.

પાકિસ્તાનની રાષ્ટ્રીય સમન્વય સમિતિની એક બેઠક બાદ અવામ ને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે હું તમને એસઓપીનું પાલન કરવાની અપીલ કરી રહો છું.

જેથી કરીને આપણે એવા પગલા ભરવાની જરૂર ના પડે જે ભારત લઈ રહ્યું છે. તેનો મતલબ છે કે તમે ફેસ માસ્ક પહેરો છો તેમાંથી અડધી સમસ્યાનો ઉકેલ આવી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની ખરાબ પરિસ્થિતિને જોતા ભારતની મદદ કરવા આગળ આવ્યું પાકિસ્તાન, કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*