આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દરિયો તોફાની બન્યો છે.આથી પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહિત રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે અને આગાહી વરચે સૌરાષ્ટ્રમાં પોરબંદર પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.માણાવદર,ઉના, માધવપુર સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા વરસ્યા છે.
તેમજ ફરી વરસાદની આગાહીથી સૌરાષ્ટ્રના ખેડૂતો ભારે નુકસાનની ભીતિ છે. પોરબંદર પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો અને બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લગાડવામાં આવ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. બરડા પંથકમાં સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો.
પોરબંદરનાંબરડા પંથકમાં મોટાભાગના ગામડાઓમાં સાંજના સમયે એકથી દોઢ ઇંચ વરસાદ વરસતા મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું છે.માધવપુર ઝાપટાંથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા અને માધવપુર બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે સાંજે ભારે વરસાદ પડયો હતો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
વરસાદી માહોલ હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં ઉના ગીર ગઢડા પંથક ઉપરાંત માણાવદર અને ભાવનગર ઉપરાંત ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment