ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે જાહેર કર્યા આ નામો,જાણો

Published on: 10:01 am, Sun, 18 October 20

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. પૂર્વ સાંસદ સભ્યો, ધારાસભ્યો અને સિનિયર નેતાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 30 સ્ટાર પ્રચારકો નામ ની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે જાહેર કરેલ નામોમાં પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, અમી યાજ્ઞિક, ગૌરવ પંડ્યા, વીરજી ઠુમ્મર, અશોક પંજાબી સહિતના 30 જેટલા નેતાઓના નામ આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!