ભર ઉનાળે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગતે.

ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.ગુજરાત હાલ ઉનાળો બરોબર જામ્યો છે.ત્યારે વાતાવરણ રોજે રોજ વધુને વધુ ગરમ બની રહ્યુ છે.એવામાં વાતાવરણ માં પલટો આવવાની શક્યતાઓ નકારી શકાય નહી.

એવામાં હવામાન વિભાગ દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે ગુજરાત માં કમોસમી વરસાદ ની આગાહી કરી છે.19 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં આવશે પલટો અને ભર ઉનાળે કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

ગીર સોમનાથ, તાપી,નર્મદામાં વરસાદ ની આગાહી છે.અમદાવાદ માં પણ તપતો સૂરજ થી રાહત મળશે અને બે દિવસ વાદળ છાયું વાતાવરણ માં રહેશે.વાતાવરણમાં એક પ્રકાર નો બોઝ અને ભેજ મહેસૂસ થશે.

અમદાવાદ માં વરસાદ પહેલા બે દિવસ કાલ ઝાળ ગરમી પડવાની પણ વકી છે.જો કે બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ માં હિટવેવ ની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ,ગાંધીનગર,વડોદરા સહિત ગરમીનો પ્રકોપ રહેશે.17 થી 19 માર્ચ સુધી કાળઝાળ ગરમી પડશે અને ત્યારબાદ કમોસમી વરસાદ ની સંભાવના ઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*