ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો વધતા વાલીઓએ કરી આ મોટી માંગ, જાણો વિગતે.

107

કોરોનાવાયરસ ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે શાળા અને કોલેજ પણ બંધ કરવી જોઈએ તેવો મત પ્રવર્તી રહ્યો છે. હાલ રાજ્યમાં શાળામાં ચાલતી પ્રથમ કસોટી પરીક્ષા માં થોડાંક વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા માટે આવ્યા હતા.

તો કોલેજોમાં પણ ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવાની માંગ ઉઠી છે.એક તરફ જ્યારે કોરોના કેસો ખૂબજ વધી રહ્યા છે ત્યારે શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી હતી.

જ્યારે હવે સ્થિતિ ખૂબ જ વણસી રહી છે.હાલમાં શાળાઓમાં પરીક્ષા શરૂ થાય છે.પણ મોટાભાગના વાલીઓ તેમના બાળકોને ઘરે જ પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે અને હાલમાં શાળાઓમાં પ્રથમ કસોટી શરૂ થાય છે.

પરંતુ શાળામાં થોડાક વિદ્યાર્થીઓ આવી રહ્યા છે.ધો 6 થી 8 ના તો ફકત 13 જ વિદ્યાર્થીઓ એક જ શાળામાં પરીક્ષા આપવા આવ્યા હોવાની માહિતી મળી રહે છે.બીજી તરફ કોલેજો પણ ઓનલાઈન કરવાની માંગ ઊઠી રહી છે.

અને કોરોના કેસ વધશે તો કોણ જવાબદાર પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. કોલેજોમાં પણ આગામી 18 મી તારીખથી ઓફલાઈન પરીક્ષા શરૂ થઇ રહી છે.ત્યારે પરીક્ષા પણ ઓનલાઇન કરવા માંગ કરાઇ છે.

રાજ્ય સરકાર દ્વારા હાલમાં નવી કોઈ માર્ગદર્શિકા આવી નથી ત્યારે કેસો આવે તો શું કરવું તે અંગે કોઈ માર્ગદર્શન આપવામાં આવી નથી. હાલમાં યુનિવર્સિટી દ્વારા કોલેજમાં કેસ આવે તો કોલેજ નહીં પરંતુ એ ક્લાસ જ બંધ રાખવા સૂચના યુનિવર્સિટી દ્વારા કોલેજ ને અપાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!