હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર ના દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, કચ્છ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. બુધવાર ના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણમાં તેમજ કચ્છમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હળવી કમોસમી વરસાદ ની સાથે 40 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપની પવન ફૂંકાઇ શકે છે. અહી ઉલેખનીય છે કે રાજ્યભરમાં માર્ચ મહિનાના અંત થી ગરમીની શરૂઆત થઇ ચૂકી હતી.
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગ માં શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી થી લઈને 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.આજરોજ મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગ ના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
તેમજ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ના ઝાપટાં પણ પડ્યા છે. ત્રણ ચાર દિવસ પહેલા પણ સૌરાષ્ટ્ર ના ગીર, ગીર સોમનાથ, સાસણગીર અને અમરેલીના ખાંભા માં ઉપરાંત કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
ભર ઉનાળે પવન સાથે કચ્છના ભુજ ના ગામડાઓમાં કરા પડ્યા છે. બપોર બાદ ભારે પવન સાથે કરા પડયા હતા.ભચાઉમાં પણ ગઈકાલે બપોર બાદ વરસાદ પડયો હતો અને કચ્છના કેટલાક ગામોમાં પણ વરસાદ પડતા રોડ પર પાણી પાણી જોવા મળ્યો હતો.
માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને પાકને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા ત્રણ દિવસથી કરછના કેટલાક વિસ્તારોમાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment