ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્ક્યુલેશન સર્જાયું છે ત્યારે આ સરક્યુલેશનની અસર ના ભાગરૂપે વાવાઝોડા અને કમોસમી વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
વાવાઝોડા અને કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરેલ છે.
અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે તો આજે સાબરકાંઠા અને બનાસકાંઠા માં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
32 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાતાવરણમાં પલટા ને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીમાંથી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
પાંચ દિવસ દરમ્યાન રાજ્યના મોટાભાગ માં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment