પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો પહેલા ભાજપ ને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસનો જય જયકાર.

Published on: 6:41 pm, Sat, 1 May 21

પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલા કર્ણાટક માં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.રાજ્યમાં સતાધારી ભાજપ ને કોર્પોરેશન ની ચૂંટણીમાં કારમી હાર મળી છે જે 10 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પસંદ કરાયા હતા તેમાંથી 7 પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે.

ભાજપ ને માત્ર 1 જગ્યાએ જીત મળી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કર્ણાટક કોંગ્રેસ કમિટી ના અધ્યક્ષ ડિકે શિવકુમાર પ્રજાનો આભાર માન્યો છે.

કોંગ્રેસ ની જીત પર ડીકે શિવકુમારે ટ્વીટ કરી કે 10 મ્યુનિસિપલ કાઉન્સિલ માં થયેલ ચૂંટણીમાં 7 પર કોંગ્રેસે જીત મેળવી છે.ભાજપ માત્ર એક પર જીત્યું છે.

કોંગ્રેસ પાર્ટી પર ભરોસો રાખનાર અને ભાજપ ને તેના કૃષાશન પર સજા આપવા માટે કર્ણાટકના લોકોનો ધન્યવાદ.ફૂલ મળીને કોંગ્રેસે 119 સીટ જીતી છે જયારે ભાજપે માત્ર 56 એનજેડીએસ એ 67 સીટો પર જીત પ્રાપ્ત કરી છે.

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર ટ્વીટ માં લખ્યું કે અત્યારે જીત નો જશ્ન મનાવાનો સમય નથી પરંતુ આપણે આ મુશ્કેલ સમયમાં પ્રજાની સેવા પ્રત્યે આપણા સમર્પણ માટે કટીબદ્ધ છીએ.

હું કર્ણાટક માં મારી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને અપીલ કરું છું કે કોઈપણ પ્રકારનો જશ્ન મનાવો. નેશનલ હેલ્થ ઇમરજન્સી ના સમયમાં આપણા તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરતા પ્રજાની મદદમાં લાગેલા રહો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો પહેલા ભાજપ ને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસનો જય જયકાર."

Leave a comment

Your email address will not be published.


*