ગુજરાતમાં વાવાઝોડા બાદ સતત હવામાન વિભાગ વરસાદ ની આગાહી કરી રહી છે. તેવામાં હવે ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં જ પ્રિ મોનસુન એક્ટીવ પ્રારંભ થવા જઇ રહ્યો છે. તેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 4 થી 6 જૂન દરમ્યાન હળવાશ પડતો વરસાદ ની આગાહી કરી છે.
ગુજરાતમાં આગામી ૪ જૂનના રોજ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, આનંદ, ભાવનગર, અમરોલી આ તમામ વિસ્તારોમાં 4 જૂનના રોજ હળવાશ પડતા વરસાદની આગાહી છે. આ ઉપરાંત 5 જૂનના રોજ દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ આ તમામ વિસ્તારોમાં 5 જૂનના રોજ વરસાદની આગાહી છે.
અને ૬ જૂનના રોજ ખેડા, દમણ, દાદરા નગર, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ આ તમામ વિસ્તારોમાં 6 જૂનના રોજ વરસાદની આગાહી છે.
6 જૂનના રોજ આ તમામ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી અને સાથે પ્રવાસ પડતો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનામાં ચોમાસાનો પ્રારંભ થશે.
આગામી ત્રણ દિવસોમાં અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ ઓછું થશે અને ત્રણ દિવસ સુધી ૩૮ ડિગ્રી ની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. આજના દરેક શહેરના તાપમાન જોઈએ તો સુરતમાં 33.6, ગાંધીનગરમાં 38.2, રાજકોટમાં 40.8, વડોદરામાં 37.4, ભાવનગરમાં 39.5 આજનું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર માં નોંધાયુ છે સુરેન્દ્રનગર નું હાલનું તાપમાન 41.1 ડિગ્રી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment