ગુજરાતના 60 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં દાહોદ,મોરબી, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, નવસારી, વલસાડ અને તાપી સહિત 22 જિલ્લાઓમાં મેઘ મહેર થઇ છે.
રાજ્યમાં અનેક વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે. રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય તેવું હાલમાં લાગી રહ્યુ છે. સૌથી વધારે વરસાદ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બીજી અને ત્રીજી ઓગષ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ 5 ઓગસ્ટ સુધી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે.
ડાંગ જિલ્લામાં મેઘ મહેર નું તાંડવ હળવું થતા ગિરિમથક સાપુતારા સહિતના અન્ય પ્રવાસન સ્થળોએ કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા માટે પ્રવાસીઓનો ઘસારો નોંધાયો હતો.
ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાની ધબધબાટી બની છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ક્યાંય ઝરમરિયો વરસાદ તો ક્યાંક ઝાપટાં સ્વરૂપમાં વરસાદ પડતા હાલમાં સમગ્ર પંથકનું જનજીવન થાળે પડયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment