ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી.

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં બે દિવસ આકરો ઉનાળો રહેશે અને બે દિવસ બાદ કમોસમી વરસાદ પડશે. રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં બે દિવસ આકરો ઉનાળો રહેશે અને બે દિવસ બાદ ભારે વરસાદ પડશે અને હળવા વાવાઝોડા સાથે માવઠાની પણ આગાહી કરે છે.

રાજ્યમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર રહેશે. ડાંગ, તાપી, જૂનાગઢ અને અમરેલી સહિતના કમોસમી વરસાદ પડશે.

અમદાવાદ આંશિક લોકડાઉન અને ગરમીની અસર જોવા મળી. બજારો બંધ કરતાં ટ્રાન્સપોર્ટેશન અટક્યું છે ત્યારે અમદાવાદમાં 24 કલાક ધમધમતા રસ્તાઓ ક્યાંક સૂમસામ જોવા મળ્યો હતો.તો ક્યાંક રસ્તા પર ટ્રાફિક માં ઘટાડો જોવા મળ્યો હતો.

બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ભરઉનાળે છેલ્લા એક અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેરીના પાકને મોટી નુકસાનની ભીતિ છે.

ઉનાળામાં કેરીની આવક ના આધારે અને ખેડૂતોનું આખું વર્ષ ચાલતું હોય છે. આ સમયમાં જ કમોસમી વરસાદના કારણે પાકને નુકશાનની ખેડૂતોને માર પાડે છે.

હવામાન વિભાગની આગાહી ગણતરીની કલાકોમાં ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કોથ ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જો કે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થાય એ પણ ભીતિ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*