ચૂંટણી પૂરી થયા બાદ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો વધારો, જાણો કેટલો થયો ફેરફાર.

104

પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરવામાં આવ્યો હતો જેના પગલે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ ₹ 102 ની સપાટીએ પહોંચી ગયો હતો.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં પ્રાઈઝ નોટીફિકેશન અનુસાર આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલનો ભાવ 102.15 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 94.61 રૂપિયા અને ડીઝલ નો ભાવ વધીને 88.82 રૂપિયા થઈ ગયો છે.

મધ્યપ્રદેશના અનુપ્પુર માં પેટ્રોલનો ભાવ વધીને 101.86 રૂપિયા થઈ ગયો છે જ્યારે મહારાષ્ટ્રના પરભાનીમાં પેટ્રોલનો ભાવ વધીને 99.95 રૂપિયા થઈ ગયો છ.

અને બ્રાન્ડેડ પેટ્રોલનો ભાવ આનાથી પણ વધુ થઈ ગયા છે. શ્રી ગંગાનગર મા પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલનો ભાવ અનુક્રમે 105.43 રૂપિયા અને 94.38 રૂપિયા થઈ ગયો છે.

તમે એસએમએસ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6:00 અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારે શહેરનો કોડ ટાઈપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!