સુરતમાં હીરાના કારખાના મેનેજરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, હીરાના વેપારીએ મેનેજર પર…જાણો સમગ્ર ઘટના…

સુરતમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા એક હીરા દલાલે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મુકેશભાઈ સોજીત્રા હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા મુકેશભાઈના ભાઈ કિશોરભાઈ પોલીસ સ્ટેશનની અંદર એક પોલીસકર્મી સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર વિપુલભાઈ મોરડીયા નામના વ્યક્તિ નંદુ ડોશીની વાડીમાં હીરાનું કારખાનું ચલાવે છે. મુકેશભાઈ સોજીત્રા ત્યાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. મળતી માહિતી અનુસાર વિપુલભાઈ મોરડીયા રે ઓફિસમાંથી હીરાની ચોરીનો આરોપ મુકેશભાઈ સોજીત્રા પર લગાવ્યો હતો.

જે બાબતે થોડાક દિવસ પહેલા મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈના વિરોધમાં અરજી આપેલી હતી. મળતી માહિતી અનુસાર 23 મે અથવા તો 24 મેના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ મહિધરપુરા પોલીસ સ્ટેશન મુકેશભાઈને લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે આશરે એક વાગ્યાની આસપાસ પોલીસ યુનિફોર્મ માં આવેલા પોલીસના માણસો મુકેશભાઈને તેમના ઘરે મુકવા આવ્યા હતા.

ત્યારબાદ 25 મેના રોજ ફરીથી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મુકેશભાઈ ને બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા મુકેશભાઇના પરિવારજનોનો આક્ષેપ છે કે, મુકેશભાઈને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પરબત વાઢેર અને અન્ય ત્રણ પોલીસવાળાઓએ મુકેશભાઈની ધુલાઈ કરી હતી.

એટલું જ નહિ પરંતુ વિપુલ ભાઈ મોરડીયા ના હીરાના બદલે બીજા દિવસે સાંજ સુધીમાં 350000 રૂપિયા આપી દેવા માટે જણાવ્યું હતું. અને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો. જેનાથી કંટાળીને મુકેશભાઈ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મુકેશભાઈનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ સમગ્ર ઘટનાને લઇને સિંગણપોર પોલીસ દ્વારા હાલ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પરબત વાઢેર અને હીરાના વેપારી વિપુલ મોરડીયા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*