મિત્રો દેશના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ તો ધોધમાર વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. ત્યારે જોધપુરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદે ભારે તબાહી મચાવી છે. ત્યારે જોધપુરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ભારે વરસાદની વચ્ચે ટીમના અધિકારીઓ એક યુવકની પાણીમાં શોધખોળ કરતા હતા.
મળતી માહિતી અનુસાર એક યુવકે કેટલાક લોકોની સામે એક નદીના વહેતા પાણીમાં છલાંગ લગાવી હતી. આ ઘટના બન્યાના 12 કલાક બાદ સામે આવ્યું કે, બધા લોકો તે વ્યક્તિને નદીમાં ગોતી રહ્યા હતા અને તે વ્યક્તિ ઘરે આરામથી સૂતો હતો. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ સવારે પલસાણી ગામમાં ધાસીરામ (ઉંમર 47 વર્ષ) રહે છે.
ગામની નજીકથી મીઠડી નદી વહે છે. જોધપુરમાં ભારે વરસાદના કારણે આ નદીમાં નવા પાણીની આવક થઈ હતી. જેના કારણે આ નદી ગાંડીતુર બની હતી. નદીનું વહેતું પાણી જોવા માટે ગુરૂવારના રોજ મોટી સંખ્યામાં ગામના લોકો નદી પાસે એકઠા થયા હતા. આ દરમિયાન ધાસીરામ નામનો વ્યક્તિ પણ ત્યાં પહોંચ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દારૂના નશામાં નદી પાસે પહોંચ્યો હતો. તે ત્યાં હાજર ઘણા બધા લોકોની નજરની સામે નદીના વહેતા પાણીમાં છલાંગ લગાવે છે. આ દ્રશ્યો જોઈને ગામના લોકોની ચીસો નીકળી ગઈ હતી. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ આ ઘટનાની જાણ વહીવટી અધિકારીઓને કરી હતી.
ઘટનાની જાણ થતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને નદીમાં ધાસીરામની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. લગભગ ઘટનાના 12 કલાક પછી પ્રશાસન અને બચાવ ટીમને ખબર પડી કે, ધાસીરામ તેના ઘરે છે.
આ વ્યક્તિ ગામના લોકોની નજર સામે નદીના ભારે પ્રવાહમાં કૂદી ગયો, ઘટનાના 12 કલાક બાદ તે એવી જગ્યાએથી મળ્યો કે, કોઈ વિચાર્યું પણ નહીં હોય… pic.twitter.com/BccqVtHfsX
— GUJJU ROCKZ (@gujju_rockz) July 29, 2022
તેથી કેટલાક લોકો તેના ઘરે જાય છે ત્યારે તે ઘરે આરામથી સૂતો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ધાસીરામ જણાવ્યું કે, તેને તરતા આવડે છે. તે લગભગ બે કિલોમીટર સુધી નદીના પાણી સાથે આગળ વધ્યો હતો. ત્યારબાદ નદીના કાંઠે આવેલા એક ઝાડને પકડીને તે બહાર આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment