મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા ભગવાનને લઈને વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે વિવાદ હજુ શાંત નથી પડ્યો ત્યાં વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે. હરિ ઓમ આશ્રમ મંદિરના મહંત દ્વારા દેવીપુજક સમાજ માટે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેના કારણે દેવીપુજક સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
જેને લઈને સોમવારના રોજ દેવીપુજક સમાજના આગેવાનોએ બેનરો સાથે વિરોધ રેલી કાઢીને કામરેજ પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત હરિઓમ આશ્રમના મંદિરના મહંતના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા થોડાક સમયથી સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઘણા બધા વિવાદોના વાદળા વચ્ચે ઘેરાયેલા છે. થોડાક સમય પહેલા જ આનંદ સાગર સ્વામીએ ભગવાન મહાદેવ વિશે વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે ગુજરાતની જનતામાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરા ખાતે આવેલ હરિઓમ આશ્રમ મંદિર હરિધામના મહંત સંત પ્રેમ સ્વરૂપ સ્વામીએ થોડાક દિવસો પહેલા પોતાના પ્રવચનમાં ઘણી બધી વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. આ મહંતે દેવીપુજક સમાજનું અપમાન કર્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વિડીયો વાયરલ થતા જ દેવીપુજક સમાજમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. મહંતની વિવાદિત ટિપ્પણીઓના કારણે દેવીપુજક સમાજની લાગણી દુભાઈ છે. જેને લઇને સોમવારના રોજ દેવીપુજક સમાજના રમણ બજાણીયા અને રાજેશ બજાણીયાની આગેવાનીમાં મહંતને સાધુ ન કહેવાતા બેનરો લગાવીને તેના વિરુદ્ધના નારાઓ લગાવ્યા હતા.
આ ઉપરાંત રેલી સ્વરૂપે સમાજના આગેવાનો કામરેજ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. ત્યાં પી.આઈને આવેદન આપીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. મહંત પ્રેમ સ્વરૂપ સ્વામી સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment