હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેતુલ જીલ્લાના સરનીમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાનો જીવ લઈ લીધો છે. સોમવારના રોજ જ્યારે પ્રેમિકાને એકલી જ હોય ત્યારે પ્રેમીઓ પ્રેમિકા પર ધારદાર વસ્તુ વડે 16 વખત પ્રહાર કર્યા હતા. આ સમગ્ર ઘટના પ્રેમિકાના સાત વર્ષના બાળકની નજર ની સામે બની હતી. 7 વર્ષનો માસૂમ બાળક છુપાઈને આ સમગ્ર ઘટના જોઇ રહ્યો હતો.
આ ઘટના બન્યા બાદ પ્રેમીએ પોલીસ પાસે જઈને સરેન્ડર કરી દીધું હતું. સંદીપ સહારા નામના પ્રેમી સોમવારના રોજ બપોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ 26 વર્ષની રૂબીના પોતાના પતિ અને સાત વર્ષના પુત્ર સાથે રહેતી હતી. સોમવારના રોજ સવારે રૂબીનાનો પતિ નોકરી પર ગયો.
ત્યારબાદ રૂબીનાનો પ્રેમી સંદીપ તેના ઘરે આવ્યો હતો. બંને વચ્ચે કોઈ બાબતને લઈને માથાકુટ થઇ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે સંદીપે ધારદાર વસ્તુ વડે રૂબીના પર પ્રહાર કર્યા હતા. આરોપી સંદીપ રૂબીના ને દોડાવી દોડાવીને ધારદાર વસ્તુ વડે રૂબીના પર 16 વખત પ્રહાર કર્યા હતા. દોડતી દોડતી રૂબીના નીચે પડી જાય છે.
ત્યાર બાદ આરોપી સંદીપ રૂબીનાના ગળા પર પ્રહાર કરે છે અને તેને પહેલા માળેથી નીચે ફેંકી દે છે. આ ઘટના બન્યા બાદ પડોશમાં રહેતા એક વ્યક્તિએ રૂબીનાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે રૂબી અને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી મુજબ આરોપી સંદીપ અને રુબિના ને બે વર્ષથી અફેર હતું.
બંને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા રૂબીનાના પતિ અને પ્રેમી સંદીપ માથાકૂટ થઇ ગઇ હતી. માથાકૂટ થયા બાદ સંદીપ ઈચ્છતો હતો કે, રૂબીના અને તેનો સંબંધ પહેલા જેવો રહે પરંતુ રૂબીના સંદીપથી અંતર બનાવવા લાગી હતી. આ કારણોસર રોષે ભરાયેલા સંદીપે રૂબીનાનો જીવ લઇ લીધો હતો.
સમગ્ર ઘટનાને લઇને બાળકને કહ્યું કે, સંદીપ છે મારી માતાનો જીવ લીધો છે. સંદીપે દરવાજો ખખડાવ્યો ત્યારે મારી માતાએ અંદરથી દરવાજો ખોલ્યો ત્યારબાદ સંદીપ અંદર આવ્યો અને મારી માતા પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હતું. તેથી હું ડરીને સંતાઈ ગયો હતો. સંદીપે સૌપ્રથમ મારી માતા પર ખૂબ જ પ્રહાર કર્યા અને ત્યારબાદ ધારદાર વસ્તુ વડે મારી માતા પર પ્રહાર કરવાનું શરૂ કર્યું. અને મારી માતાનો જીવ લઈ લીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment