કાર લઈને જઈ રહેલા બે મિત્રોની કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 11:12 am, Tue, 12 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. શનિવારના રોજ બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના શનિવારે મોડી રાત્રે મુદરા નજીક જિદાલ કંપની સામેના ધોરીમાર્ગ પર બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં કાર ડિવાઇડર સાથે અથડાતા બે મિત્રોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર કેપીટીના કર્મચારીના પુત્ર દીપક નરેશભાઈ અને તેનો મિત્ર દીપક લાલજીભાઈ ગામ કાર લઈને ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. થી માંડવી તરફ જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની કાર ડિવાઇડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો એન્જિન પણ છૂટું પડી ગયું હતું.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર દિપક નરેશભાઈ અને દીપક વાલજીભાઈનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના શનિવારના રોજ મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને એમ્બ્યુલન્સના મારફતે બંનેના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપી હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. દિવસેને દિવસે આવી કેટલી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે જેમાં અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાર લઈને જઈ રહેલા બે મિત્રોની કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*