પ્રેમી પંખીડાએ ઝાડ પર એકસાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, બંને રાત્રે ઘરેથી નીકળી ગયા હતા અને પછી…

Published on: 11:54 am, Thu, 8 December 22

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. આ ઘટનામાં એક પ્રેમી અને પ્રેમિકાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બંને શા માટે આ પગલું ભર્યું તેનું કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી. બંને રાત્રે ઘરેથી નીકળી ગયા હતા અને બીજા દિવસે બંનેનું મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટના છત્તીસગઢના જગદલપુર માંથી સામે આવી છે. મૃત્યુ પામેલા યુવક ના લગ્ન થોડાક મહિના પહેલા જ થયા હતા. આ કારણોસર તેને પોતાની પ્રેમિકા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું તેવું કહેવામાં આવી રહ્યું છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ હરવિંદર હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલી યુવતીનું નામ પ્રીતિ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. પ્રીતિ એક શોરૂમમાં કામ કરતી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હરવિંદરના અન્ય યોગી સાથે લગ્ન થઈ ગયા હતા. તેના લગ્નના છ મહિના થઈ ગયા છતાં પણ તે પોતાની ગર્લફ્રેન્ડ પ્રીતિ સાથે વાત કરવાનું બંધ કરતો ન હતો. મંગળવારના રોજ રાત્રે બંને પોતપોતાના ઘરેથી બહાર નીકળ્યા હતા. મોડી રાત થઈ ગઈ છતાં પણ બંને ઘરે પરત ફર્યા નહીં એટલે બંનેના પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગે પરિવારના લોકોએ પોલીસને પણ જાણ કરી હતી. બુધવારના રોજ સવારે ગામના લોકો નર્સરી તરફ ગયા હતા. ત્યારે એક ઝાડ પર બંનેના મૃતદેહ તેમને લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બંનેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બંને શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો