છત્તીસગઢ રાજ્યમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો સંગ્રામ થયો હતો જેના પરિણામો સામે આવી ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ ના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને પ્રચંડ જીત મળી ગઈ છે.14 નપા અને મનપા માં કોંગ્રેસનું રાજ ચાલશે જ્યાં માત્ર એક જ નપા મા ભાજપનું કમળ ખિલ્યું છે.
2018 માં આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઇ હતી જે બાદ આજે ફરી કોંગ્રેસે પોતાનો જલવો બતાવ્યો છે. વિધાનસભામાં 90 માંથી 70 બેઠકો કોંગ્રેસના હાથમાં આવી હતી.
આખા રાજ્યમાં કોંગ્રેસ ની આંધી ના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. ભાજપના નેતાઓને આશા નહોતી કે આવી ખરાબ હાલત થઈ જશે. અંદરોઅંદર નેતાઓમાં ખળભળાટ મચ્યો છે અને બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી નો કોંગ્રેસ ની અંદર દબદબો વધ્યો છે.
જે રાજ્યમાં સતત 15 વર્ષ રાજ કર્યું તે જ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની હાલત ખરાબ થઇ રહી છે.વર્ષ 2023 માં વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની સમસ્યાઓ અત્યારથી વધશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
નોંધનીય છે કે હાલમાં જ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હાર થઈ હતી.KMC માં મમતા બેનરજીની પાર્ટીની પ્રચંડ જીત થઈ હતી અને ભાજપ નો માંડ માંડ વેઢા ગણી શકાય તેટલી બેઠકો જ મળી. છત્તીસગઢના પરિણામો ભાજપ માટે દાઝ્યા પર ડામ નું કામ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment