ગુજરાત રાજ્યમાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મહાનગરો ની સ્થિતિ કફોડી બની રહે છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓ સ્વેચ્છિક લોકડાઉન ની જાહેરાત કરી છે.
રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારીઓ દ્વારા સ્વેચ્છિક લોકડાઉન ની જાહેરાત કરાય છે જેથી બજારો અને માર્કેટ બંધ થયા છે ઉપરાંત અમદાવાદમાં પણ બે વિસ્તારોમાં લોકોએ સ્વેચ્છિક લોકડાઉન કર્યું છે.
સાબરમતી વિસ્તારમાં પણ તમામ દુકાનો બપોરના ત્રણ વાગ્યા બાદ બંધ રહેશે અને દવાની દુકાનો સિવાય આખું બજાર આગામી 30 એપ્રિલ સુધી બપોરે ત્રણ વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
19 એપ્રિલ થી આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકો અને વેપારીઓ હવે ધીમે ધીમે સ્વેચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે.
નરોડા વિસ્તારમાં 20 એપ્રિલ થી ત્રણ દિવસ સુધી જરૂરી વસ્તુઓ ને છોડીને તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. નરોડા વેપારી એસોસિયેશન તથા નરોડા ગ્રામજનો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
દૂધ, દવા અને અન્ય જીવન જરૂરી વસ્તુ ને છોડીને તમામ દુકાનો બંધ રહેશે.ગઈકાલે એક દિવસમાં દેશમાં કોરોના ના નવા 2 લાખ 60 હજાર 533 કેસ સામે આવ્યા છે.
એક જ દિવસ માં કૉરોનાથી રીકવર દર્દીની સંખ્યા 1 લાખ 38 હજાર 156 પહોંચી છે.તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 1 હજાર 492 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment