કોરોના ની કહેર વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આશંકા, જાણો વિગતે.

Published on: 11:37 am, Mon, 19 April 21

કોરોના સંકટ સામે લડી રહેલા ભારત માટે હવામાન એક પડકાર બની ગયું છે. એપ્રિલના મહિનામાં કેટલાંક રાજ્યોને જુનવાલી ગરમી સહન કરવી પડી રહી છે તો ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટ માં કહ્યું કે આગલા કેટલા કલાકોમાં પહાડોમાં મોસમ બદલી શકે છે.

બીજી તરફ દિલ્હીમાં પણ તોફાનના અણસાર બન્યા છે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં પણ વરસાદ થવાના અણસાર છે. હવામાન ખાતાએ ત્યાં પણ એલર્ટ જાહેર કર્યું છે.

પિથોરાગઢ અને ચંપાવત માં કરા પડવાની આશંકા છે જ્યારે રાજધાની દિલ્હી-એનસીઆર સહિત હરિયાણા પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ આગલા બે દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે.

આજથી 24 કલાકમાં આંધ્રપ્રદેશમાં વરસાદ થવાના અણસાર છે. જ્યારે બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ધૂળની આંધી ચાલી શકે છે. પટના, બક્સર, બાંકા, બેગુસરાય,ભાગલપુર હિટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.

આઈએમડી એ કહ્યું કે આ વર્ષે 6 ટકાથી લઈ 104 ટકા સુધી વરસાદ પડી શકે છે જે સામાન્યથી સારા વરસાદની શ્રેણીમાં આવે છે.

મોનસુન સિઝન જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી ચાલશે. સ્કાયમેટે એ પણ કહ્યું કે આ આ વખતે મોનસુન સિઝન ઘણી સામાન્ય રહેશે. જૂન થી જ વરસાદ શરૂ થઈ જશે જે સપ્ટેમ્બર સુધી ચાલશે.

આ સતત ત્રીજુ વર્ષે હશે જ્યારે મોનસુન સામાન્ય રહેશે, જે ખેડૂતો માટે વરદાન છે કેમકે વરસાદ સારો થવાથી પાક પણ સારો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની કહેર વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આશંકા, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*