દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઘટતી જાય છે ત્યારે દેશમાં અનેક રાજ્યોમાં લોકડાઉન પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. અને દેશમાં કોરોના ની બીજી લેહર ખૂબ જ ઘાતક હતી અને ઘણા લોકો બીજી લહેર માં મૃત્યુ પામ્યા છે.
તેવામાં તમિલનાડુ સરકારે આજરોજ રાજ્યમાં લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી. તમિલનાડુમાં 12 જુલાઈ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવ્યું.
ઉપરાંત રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતા ઘણી છૂટછાટ આપી હતી. ઉપરાંત કોરોના નિયમોના પાલન સાથે રાજ્યમાં રેસ્ટોરન્ટ હવે 50 ટકા ક્ષમતા સાથે ખુલી શકો છો.
ઉપરાંત તમિલનાડુ સરકારે રાજ્યમાં બાગ બગીચા ખોલવાની મંજૂરી આપી દીધી છે. ઉપરાંત દુકાનદારો 08:00 સુધી દુકાન ખુલ્લી રાખી શકે છે.
તમિલનાડુમાં 15 જિલ્લાઓમાં કોરોના નું સંક્રમણ સતત વધતા આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક પહેરવા, સામાજિક અંતર અને પરીક્ષણો ની સંખ્યામાં વધારો સહિતના કડક પગલાં અમલમાં મૂકવાના નિર્ણય લેવાયા છે.
તમિલનાડુના 15 જિલ્લામાં ગુરૂવારના રોજ કોરોનાના કેસ વધતા જોવા મળ્યા હતા. સરકારે જણાવ્યું કે કોલેજો, થિયેટરો, બાર, સ્વિમિંગ પૂલ, રાજકીય, સામાજિક, બસ સેવાઓ, મનોરંજન, રમત ગમત અને પ્રાણી સંગ્રહાલય ના ફરીથી ખોલવા પરના પ્રતિબંધો 12 જુલાઈ ના રોજ સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment