સોનાનો ભંડાર એટલે કે ગોલ્ડ રિઝર્વ એ દેશની મધ્યસ્થ બેંક પાસે રાખેલું સોનું છે. કટોકટીના સમયમાં કેન્દ્રીય બેંક આ ખરીદી દેશના ની સુરક્ષા માટે અને લોકોના પૈસા જરૂર પડે ત્યારે પરત કરવા માટે કરે છે. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર સાત મહિના માટે દેશના વડાપ્રધાન રહ્યા હતા.
જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી અને રાજકીય પરિસ્થિતિઓ પણ અસ્થિર હતી.
ભારતીય અર્થવ્યવસ્થા ચૂકવણીના સંકટમાં ફસાઈ ગઈ હતી તે જ સમયે રિઝર્વ બેન્કે 47 ટન સોનુ ગીરવે મૂકીને લોન લેવાનું નક્કી કર્યું હતું આ યાદીમાં અમેરિકા ટોચ પર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું છે.
કે અમેરિકા પાસે હાલમાં 8133.5 ટન સોનુ છે ત્યારબાદ બીજા ક્રમે જર્મની આવે છે અને હાલમાં જર્મની પાસે 3362.4 ટન સોનુ છે ઈટાલી ત્રીજા નંબરે આવે છે તેમની પાસે 2451.8 ટન સોનુ છે.
ફ્રાન્સ ચોથા નંબર પર આવે છે તેમની પાસે 2436.3 ટન સોનુ છે અને પાંચમો નંબર રશિયાનો છે. તેમની પાસે કુલ 2295.4 ટન સોનુ છે. આ યાદીમાં છઠ્ઠા નંબર પર ચીન આવે છે અને તેમની પાસે 1948.3 ટન સોનુ છે.
સાતમા નંબર પર સ્વીઝરલેન્ડ આવે છે તેમની પાસે 1040 ટન સોનુ છે. આઠમા નંબર પર જાપાન આવે છે તેમની પાસે 846 ટન સોનું છે. નવમા નંબર પર ભારત આવે છે આપણી પાસે હાલમાં 695.3 ટન સોનુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment