હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પ્રેમિકાને ઘરે મળવા ગયેલા યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર એક યુવક પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. આ દરમિયાન પ્રેમિકાના ઘરેથી સવારના સમયે પિસ્તોલના પ્રહાર અવાજ આવ્યો હતો.
અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી આવ્યા, ત્યારે ઘટનાસ્થળે યુવક અને યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ બન્નેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા .ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેની સારવાર હજુ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે. પિસ્તોલ કોને ચલાવવી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના પ્રયાગરાજના કરચના વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી અનુસાર 19 વર્ષીય અરુણવ સિંહ આજરોજ સવારે 18 વર્ષીય આયુષી મિશ્રા નામની યુવતીને મળવા તેના ઘરે ગયો હતો. ત્યારે લગભગ સાત વાગ્યાની આસપાસ આયુષી મિશ્રાના ઘરમાંથી પિસ્તોલના પ્રહારનો અવાજ આવ્યો હતો. પિસ્તોલ નો અવાજ સાંભળીને આસપાસના લોકો આયુષીના ઘરે પહોંચી આવ્યા હતા.
ત્યારે ત્યાં અરુણવ અને આયુષી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ આજુબાજુના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી, ટૂંક જ સમયમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યાર બાદ યુવક અને યુવતીને બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબે અરુણવને મૃત જાહેર કર્યો હતો.
હાલમાં ઇજાગ્રસ્ત થયેલી આયુષીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ બંને પર કોણે પિસ્તોલ વડે પ્રહાર કર્યા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અરુણવ અને આયુષી બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને આરોપી કોણ છે તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment