આજકાલ સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક કિસ્સો ઉત્તરાખંડના પૌડી જિલ્લાના પાપડી ગામમાં એક ગાયે વાઘના મોંમાંથી એક વાછરડાને બચાવી લીધું છે. આનો વિડીયો સામે આવ્યો છે, 45 સેકન્ડ ના વીડિયોમાં જોવા મળે છે કે કેટલીક ગાયો ઉભી છે.
અચાનક એક વાઘ દોડતો આવ્યો હતો અને બધી ગાયો દોડવા લાગી, પરંતુ એક વાછરડું તેમનાથી અલગ થઈને બીજી તરફ દોડવા લાગ્યું હતું. આ દરમિયાન વાઘ વાછરડાની પાછળ દોડયો હતો, વીડિયોની 22 સેકન્ડમાં વાઘ તેને પકડી લે છે. એટલામાં ગાય દોડતી આવે છે,
તેને જોઈને વાઘ વાછરડાને છોડીને આગલી પાંચ સેકન્ડમાં જંગલ તરફ ભાગી જાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક અઠવાડિયા પહેલા વાઘે ગામ નજીક બે લોકોના શિકાર કર્યા હતા. ત્યારથી વન વિભાગ સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી ગામની આસપાસ ફરતા વાઘનું સ્થાન શોધી રહ્યા છે. આ અંગે ભાજપના ધારાસભ્ય દિલીપ રાવતે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને જરૂરી પગલા ભરવા નું જણાવ્યું છે.
વાઘના મોઢામાંથી માંડ માંડ બચ્યો વાછરડાનો જીવ, ગાયને આવતી જોઈ પાંચ સેકન્ડમાં ભાગ્યો ખૂંખાર વાઘ,જુઓ વિડિયો pic.twitter.com/PpglzdT9rq
— GUJJU ROCKZ (@gujju_rockz) April 24, 2023
ઉત્તરાખંડમાં વાઘનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજકાલ આવા કિસ્સાઓ સામાન્ય બની ગયા છે, પૌડી જિલ્લામાં દરેક ઘરમાં વાઘનો ડર ફેલાઈ રહ્યો છે. લોકો એટલા ડરી ગયા છે કે દિવસ દરમિયાન પણ ઘરની બહાર નીકળતા નથી. વાઘના ડરના કારણે લોકો પોતાની જરૂરિયાતની વસ્તુ લેવા પણ જતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment