વિદેશમાં વસતા ગુજરાતીઓની જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. અત્યાર સુધીમાં વિદેશમાં વસતા ઘણા ગુજરાતીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં આફ્રિકામાં રહેતા એક ગુજરાતી યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ જુબેર પટેલ હતું.
તેઓ મૂળ ભરૂચના જંબુસરના રહેવાસી હતા. આફ્રિકામાં તેમના ઉપર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસરના જુબેર પટેલ નામનો યુવક રોજગારી મેળવવા અર્થે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ગયો હતો.
અહીં જુબેર પટેલ ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી મોબાઇલની દુકાન ની અંદર જોબ કરતા હતા. સોમવારના રોજ કેટલાક લુટેરાઓ લૂંટના ઇરાદે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘુસીયા હતા. આ દરમિયાન લુટેરાવો મોબાઇલની દુકાનની અંદર ઘુસ્યા હતા અને દુકાનદાર અને ગ્રાહકોને બંદુક બતાવીને ધમકી આપી હતી.
જેના કારણે દુકાનમાં ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે લુટેરાઓએ મન ફાવે તેમ ગોળીઓ ચલાવી હતી. આ દરમિયાન લુટેરાઓની ગોળી જુબેર પટેલને વાગી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો જુબેર પટેલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જુબેર પટેલનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. જુબેર પટેલના મૃત્યુના સમાચાર તેમના પરિવારજનોને મળતા પરિવાર ઉપર આ તૂટે પડ્યું હતું.
જુબેર પટેલના મૃત્યુના સમાચાર મળતા જંબુસર ગામ અને જુબેરના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિદેશમાં વસતા ગુજરાતીઓનો જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતા ત્યાં વસતા ગુજરાતી પરિવારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના વિદેશમાં વસતા દરેક ગુજરાતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment