એક દુઃખદાયક ઘટના સામે આવી છે. દિલ્હી નજીક આવેલા ગાજીયાબાદના એક વિદ્યાર્થીનો કેનેડામાં જીવ લઈ લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીનું નામ કાર્તિક વાસુદેવ હતું. કાર્તિક વાસુદેવ ગ્લોબલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે કેનેડામાં ગયો હતો. અભ્યાસ કરવાની સાથે તે એક રેસ્ટોરન્ટમાં કામ પણ કરતો હતો.
મળતી માહિતી મુજબ કાર્તિક 4 જાન્યુઆરી ના રોજ ટોરેન્ટો ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને કાર્તિકના પિતાએ જણાવ્યું કે, આજરોજ સવારે કાર્તિકના મિત્રનો ફોન આવ્યો હતો, તેમને જણાવ્યું કે કાર્તિક આજે કામ પર આવ્યો નથી અને ત્રણથી ચાર કલાકથી તે ફોન ઉઠાવી રહ્યો નથી.
અને થોડીક વાર પછી સમાચાર આવ્યા કે કાર્તિકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઇને કાર્તિકના મિત્રોએ જણાવ્યું કે, કેનેડાના સમય મુજબ પાંચ વાગ્યાની આસપાસ ટોરેન્ટોમાં મેટ્રો સ્ટેશનની બહાર સબ-વેમાં કાર્તિકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.
કાર્તિક ના મિત્રો એ વધુમાં જણાવ્યું કે, કાર્તિક જ્યારે મેટ્રો સ્ટેશનની બહાર નીકળ્યો ત્યારે કોઈ કે ગોળી ચલાવી હતી. મળતી માહિતી મુજબ ટોરેન્ટો પોલીસે આ ઘટનાની જાણ કાર્તિકના મિત્રોને કરી હતી અને કાર્તિકના મિત્રો એ આ દુઃખદ ઘટનાની જાણ કાર્તિકના પરિવારજનોને કરી હતી.
કાર્તિકના પરિવારજનોએ કેનેડા એમ્બેસીનો સંપર્ક કર્યો છે. લગભગ ત્રણ દિવસમાં કાર્તિક મૃતદેહને ભારત આવશે તેવી શક્યતાઓ છે. કાર્તિક ના મૃત્યુ બાદ હાર્દિકના પિતા ભાવુક થઇ ગયા હતા અને કહ્યું હતું કે, કાર્તિક હવે આ દુનિયામાં નથી રહ્યો.
હાલમાં મારી પાસે કોઈ માહિતી નથી. અમે કેનેડામાં સવાર પડે તેની રાહ જોઈ રહ્યા છીએ. વધુમાં કાર્તિકના પિતાએ જણાવ્યું કે કોઈ બ્લેક વ્યક્તિએ કાર્તિકનો જીવ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment