ગુજરાતના આ ગામના સરપંચનો લેટરપેડ થયો વાયરલ, એમાં લખ્યું હતું કે, મુસ્લિમ ફેરિયાઓ પાસેથી કોઈ વેપારી સામાન લેતા નજરે પડશે તો 51000નો દંડ…

રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલ નામના વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો પડઘા ચારે બાજુ પડી રહ્યો છે. નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકવાના કારણે કનૈયાલાલનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યમાં એક ચોકાવનારી ઘટના બની છે. મુસ્લિમ સમુદાયના ફેરિયા પાસેથી વસ્તુઓ લેવા અંગે બનાસકાંઠા જિલ્લાના વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતનો લેટરપેડ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ લેટરપેડની ચર્ચા ચારેય બાજુ ચાલી રહી છે. જેમાં મુસ્લિમ સમાજમાંથી આવતા ફેરીયાઓ પાસેથી જો કોઈ પણ વેપારી સામાન્ય લેતા નજરે પડશે તો તેમની પાસેથી 5100 રૂપિયાનો દંડ લેવામાં આવશે અને આ પૈસા ગૌશાળામાં જમા કરાવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

આ લેટરપેડ વાયરલ થતાં જ ન્યુઝ મીડિયાની ટીમ બનાસકાંઠા જિલ્લાના વાઘાસણ ગામમાં પહોંચી હતી. ત્યારે ત્યાં જાણવા મળ્યું કે વાઘાસણ ગામ પંચાયતમાં તો અત્યારે વહીવટીદાર નિમેલા છે. સમગ્ર ઘટનાને લઈને મીડિયા સમક્ષ વાત કરતા પૂર્વ સરપંચના પતિએ જણાવ્યું કે, તેમના પતિ સરપંચ હતા અને તેઓ અભણ છે.

ગામના કેટલાક યુવાનો તેમની પત્ની પાસેથી કોરો લેટરપેડ લઈ આવ્યા હતા અને તેમાં આ લખાણ લખીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે તો થરાદ તાલુકા વિકાસ અધિકારી અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત ગામ પંચાયત નું લેટરપેડ વાયરલ કરનાર પૂર્વ સરપંચ અને સરપંચ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધવાની હાથ ધરાય છે. હાલમાં તો આ લેટરપેડને લઈને પૂર્વ સરપંચ અને સરપંચ પતિ ફસાયા છે.

સમગ્ર ઘટનાને લઈને વાઘાસણ ગામ પંચાયતના વહીવટીદાર આર આર ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હાલમાં મફીબેન વેરાભાઈ પટેલ ગ્રુપ ગામ પંચાયતના હોદ્દા પર નથી. ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન થઈને વાઘાસણ ગામ પંચાયત અલગ થયું છે. આ લેટરપેડ હાલની વાઘાસણ ગામ પંચાયત દ્વારા લખવામાં આવ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*