હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાત્રિનું ભોજન કર્યા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો અને સૌ લોકો ચોકી ગયા હતા કે તેમના મૃત્યુ કયા કારણોસર થયા. ત્યારે આ ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો પાલી જિલ્લાના ડાયલાના કલ્લા ગામમાં રાત્રિનું ભોજન કર્યા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યોની તબિયત અચાનક બગડી ગઈ હતી
. તેથી તેમને બુધવારના રોજ મોડી સાંજે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં ગુરૂવારના રોજ સારવાર દરમિયાન 20 વર્ષના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે શુક્રવારના રોજ 23 વર્ષથી આ પુત્રી અને 45 વર્ષીય પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના બનતા જ આખા ગામમાં પણ માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સાંજના સમયે ઘરે છાશમાં મકાઈની દાળ બનાવવામાં આવી હતી. બુધવારની સવારે માતા સિવાય આ દાળ બધાએ ખાધી હતી.
અને થોડીક વાર પછી સિકંજી બનાવીને પરિવારના સભ્યોએ પીધી હતી. ત્યારબાદ તમામ લોકો ખેતરના કામમાં ચાલ્યા ગયા હતા. કામ કરતી વખતે અચાનક જ 45 વર્ષીય દલારામ, તેમની 23 વર્ષીય દીકરી ગીતા અને 20 વર્ષીય પુત્ર ઉત્તમને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા. તેથી તેઓએ થોડીક વાર ખેતરમાં આરામ કર્યો હતો અને ફરીથી કામ પર લાગી ગયા હતા.
ત્યારે તેમને ઝાડા અને ઉલટી ની સમસ્યાઓ થઈ ગઈ હતી. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયત ના સુધરતા વધુ સારવાર માટે પાલીની બાંગર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે જોધપુર રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં ગુરૂવારના રોજ સારવાર દરમિયાન 20 વર્ષીય ઉત્તમનું મૃત્યુની મૃત્યુ થયું હતું.
ઉત્તમ નું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પરંતુ બીજા દિવસે એટલે કે શુક્રવારના રોજ 45 વર્ષીય દલારામ અને તેમની 23 વર્ષીય દીકરી ગીતાનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. 48 કલાકમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment