મિત્રો અબુધાબી ની અંદર પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તૈયાર થઈ ગયું છે અને બીએપીએસ સંસ્થા નું આ મંદિર UAE નું સૌથી મોટું હશે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને આ મંદિરમાં પથ્થરોની ખૂબ સારી પણ કરવામાં આવી છે અને આ મંદિરનું ઉદઘાટન 14 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે
જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ઉપસ્થિત રહેશે.આ મંદિર 18 ફેબ્રુઆરી થી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે અને હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવી રહી છે
અને મંદિર ખૂબ જ સુંદર છે અને આ હિન્દુ મંદિરનું નામ બીએપીએસ હિન્દુ મંદિર છે જેનું નિર્માણ બીએપીએસ સંસ્થાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે અને મંદિર 27 એકર જમીનમાં બનેલ છે અને મંદિરની જમીન ત્યાંના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયન દ્વારા દાનમાં આપવામાં આવ્યું છે.
દોસ્તો આપને જણાવી દઈએ કે આ મંદિરની ડિઝાઇન વર્ષ 2018 માં બનાવવામાં આવી હતી અને 2019 માં તેનો શિલાયન્સ કરવામાં આવ્યો હતો અને આ મંદિર ભારતના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે મંદિર વિશે જો વાત કરવામાં આવે તો તેની ઊંચાઈ 108 ફૂટની છે અને ૪૦ હજાર ક્યુબેક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન સ્ટોનનો સમાવેશ થાય છે.
દોસ્તો આ મંદિરની અંદર પ્રવેશતા તમને સાત અમીરાતની રેતીમાંથી બનેલા પ્રભાવશાળી ટેકરાની રચના છે ને તે સંસ્થાના દિવગત આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજના વિઝનને શ્રદ્ધાંજલિ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે જેમને 1997માં શાહજહાંની રનની મધ્યમાં રહેતા અબુધાબીમાં મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment