ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી દરિયામાં, કેનાલમાં, તળાવમાં અને નદીમાં ડૂબી જવાના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં ભચાઉમાં બનેલી તેવી જ ઘટના સામે આવી છે. ભચાઉ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે બે યુવાનોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર ભચાઉ એસ.આર.પી.કેમ્પ નજીક ગઈકાલે અક્રમ નામનો મુસ્લિમ યુવાન માતાની નજર સામે નર્મદા કેનાલમાં ડૂબી રહ્યો હતો.
અક્રમને નર્મદા કેનાલમાં ડૂબતો જોઈને ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય સમાજના યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા પોતાના જીવની પરવા કર્યા વગર નર્મદા કેનાલમાં કૂદી પડયા હતા. આ દરમિયાન જીતેન્દ્રસિંહ પણ નર્મદા કેનાલના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મુસ્લિમ યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો અને લગભગ 20 કલાકની ભારે જહેમત બાદ ક્ષત્રિય યુવાન જીતેન્દ્ર મૃતદેહ નર્મદા કેનાલ માંથી મળી આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર ક્ષત્રિય યુવાનનો મૃતદેહ ઘટના સ્થળેથી દસ કિલોમીટર દૂર નર્મદા કેનાલમાંથી મળી આવ્યા હતા. મૃત્યુ પામેલા જીતેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ ની ઓફિસ માં નોકરી કરતા હતા. રવિવારની રજા હોવાના કારણે તેઓ પોતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેઓ ભચાઉ થોડોક સામાન લેવા આવ્યા હતા.
આ દરમિયાન જીતેન્દ્રસિંહ એક યુવકને નર્મદા કેનાલમાં ડૂબતો જોયો હતો. તે યુવકને બચાવવા માટે જીતેન્દ્રસિંહ કેનાલમાં કૂદી પડ્યા હતા. પરંતુ તેઓ પણ કેનાલના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ કારણોસર મુસ્લિમ યુવાન અને ક્ષત્રિય યુવાનનું કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મુસ્લિમ યુવક માટે જીવ આપનાર જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment