દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજરોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજધાનીમાં ઘણા દિવસો બાદ 24 કલાક માં 8500 થી ઓછા કેસ નોંધાયા હોવાની માહિતી આપી હતી અને વધુમાં કેજરીવાલે જણાવ્યું કે દિલ્હી માં જે બાળકો મહામારી મા અનાથ થયા છે.
તેમની મદદ હવે દિલ્હી સરકાર કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે પાછલા થોડા સમયમાં અનેક બાળકોના માતા-પિતા આ મહામારી માં મૃત્યુ પામ્યા છે.
આવા નાના બાળકોના ભરણપોષણ અને અભ્યાસ નો ખર્ચો હવે દિલ્હી સરકાર ઉઠાવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અનેક વડીલો એવા છે.
જેમના યુવાન બાળકો મૃત્યુ પામ્યા અને હવે ઘર ચલાવનાર કોઈ નથી બચ્યું. તેમના ઘરમાં આવકનો સ્ત્રોત કોઈ નથી તે વડીલોની મદદ પણ હવે દિલ્હી સરકાર કરશે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અનેક બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે પરંતુ હું કહું છું કે બાળકો તમે ચિંતા ના કરતા, હું છું ને.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment