આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લાના જાંબુડા ગામ ખાતે જન સવાંદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.દિવસે દિવસે જેમ જેમ આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધતું જાય છે એમ દરેક સમાજ અને દરેક પાર્ટીના લોકો અમારી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ને ગુજરાતમાં સૌથી મોટા સંગઠનનું રૂપ લેવા જઈ રહ્યું છે.
ગુજરાતના જાણીતા ભાજપના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલના પુત્રવધુ દિવ્યાબેન પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સમગ્ર ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી જ લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની છે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના પણ કેટલાક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને આ ઉપરાંત બિન રાજકીય લોકો પણ હાલ આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું પસંદ કરી રહ્યા છે.
દિવ્યાબેન પટેલ જામનગર જિલ્લાના જાંબુડા ગામે યોજાયેલ જન સંવાદ કાર્યક્રમ દરમિયાન પોતાના જન સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે જેમનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી ટોપી અને ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું.
દિવ્યાબેન પટેલ નું કેવું છે કે હવે ધીરે ધીરે લોકો સમજી રહ્યા છે કે કોણ ભ્રષ્ટાચારી છે ને કોણ ઈમાનદાર. હું પોતે ભાજપ માટે કામ કરતાં નેતાના પરિવારથી આગળ આવી છું અને મેં બધું નજીકથી જોયું છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે આપણે નિર્ણય લેવો પડશે અને આપણે જ કમળની પાંખડીઓને નીચે ફેંકીને તેનું ઝાડુ થી સાફ કરવાનું રહેશે. આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ હું દરેક નેતાનો આભાર માનું છું
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment