નશો કરેલા યુવકના મિત્રએ તેને બાઈક ચલાવવાની ના પાડી, છતાં તે તેના મિત્રની વાત માન્યો નહીં અને પછી બન્યો કંઈક એવું કે… યુવકના માતા-પિતા દોડતા થઈ ગયા…

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક કોરિયોગ્રાફરે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર કોરીયોગ્રાફર નશા ની હાલતમાં બાઈક ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેની બાઈક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં કોરિયોગ્રાફરનો માથું ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું હતું. જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણસર તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના ભોપાલના એમપી નગર વિસ્તારમાં બની હતી. ઘટનાની માહિતી મળી આ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે કોરિયોગ્રાફર બિયર પીને ગાડી ચલાવી રહ્યો હતો. કોરીયોગ્રાફરને તેના મિત્રોએ નશો કરીને બાઈક ચલાવવાની મનાઈ કરી હતી. પરંતુ તે કોઈની વાત માનવીઓ ન હતો. તેના મિત્રો અધવચ્ચે જ બાઈક પરથી નીચે ઉતરી ગયા હતા અને થોડાક સમય બાદ જ કોરિયોગ્રાફરના મૃત્યુના સમાચાર મળ્યા હતા.

મૃત્યુ પામેલા યુવકનું નામ મોહિત યાદવ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. તે છવાણી શાહપુરા ગ્વાલનગર શિવ મંદિર પાસે રહેતો હતો અને તે એક કોરિયોગ્રાફર હતો. બુધવારના રોજ રાત્રે તે 12:30 વાગ્યાની આસપાસ તેના મિત્રો સાથે બિયર પીધા બાદ હોટલમાંથી ખાવાનું પાર્સલ કરાવીને ઘરે જવા માટે નીકળ્યો હતો.

તેનો મિત્ર કરણ અને મોહિત બંને એક બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કારણે મોહિત ને કહ્યું કે તું ખૂબ જ ઝડપથી બાઇક ચલાવી રહ્યો છું તારે આવી રીતે ગાડી ન ચલાવી જોઈએ. પરંતુ મોહિત કોઈની વાત માનતો નથી અને તે ઝડપથી બાઇક ચલાવે છે. જેના કારણે રસ્તામાં જ કરણ બાઈક પરથી નીચે ઉતરી જાય છે. મોહિત ત્યારબાદ એકલો બાઈક પર ઘરે જવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં જ અચાનક તેને બાઇક પર કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે તેની બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં મોહિતનું માથું વીજળીના થાંભલા સાથે અથડાયું હતું. જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં મોહિતને હોસ્પિટલ લઈ જાય તે પહેલા તેનું મૃત્યુ થયું હતું. મોહિતનું મૃત્યુ થતાં તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*