છેલ્લા થોડા દિવસોથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી એવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ચારેબાજુ માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ગાંધીનગરના રહેવાસી પાર્થ પટેલ નામના રેસિડેન્ટ ડોક્ટર અમદાવાદની શારદા હોસ્પિટલમાં હોસ્ટેલમાં રહેતા હતા.
પાર્થ પટેલની થોડાક સમય પહેલાં જ સગાઈ તૂટી ગઈ હતી. જેના કારણે પાર્થ પટેલે પોતાના હાથમાં ઇન્જેક્શન લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે તેવી શંકાઓ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ગઈકાલે જ્યારે પાર્થ પટેલે પોતાના મિત્રો સાથે વાતચીત કરી ત્યારે પાર્થ પટેલ કોઈ દબાણ હોય તેવું જણાવ્યું ન હતું.
પાર્થ પટેલ રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને શારદાબેન હોસ્પિટલમાં પણ કરતા હતા. મળતી માહિતી મુજબ ડૉક્ટર પાર્થ પટેલ હોસ્ટેલમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પાર્થ પટેલે પોતાના હાથમાં ઇન્જેક્શન લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પોલીસને પાર્થ પટેલ પાસેથી કોઇપણ પ્રકારની સુસાઈડ નોટ પણ મળી આવી નથી. પાર્થ પટેલએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે. તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટના બનતા ચારેબાજુ માતમ છવાઇ ગયો હતો. ઉપરાંત પાર્થ પટેલના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. પરિવારજનો પણ વિચારમાં પડી ગયા છે કે પાર્થ આ પગલું કયા કારણોસર ભર્યું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment