દેશમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં પતિ પોતાની પત્નીનો જીવ લઈ લેતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો છે. પત્નીનો જીવ લીધા બાદ પતિ આખી રાત પોતાની પત્નીના મૃતદેહ પાસે બેઠો રહ્યો.
જ્યારે સવારે માતા દરવાજો ખખડાવે છે ત્યારે કોઈ દરવાજો ખોલતું નથી. ઘણી મહેનત પછી આરોપી દરવાજો ખોલે છે અને પોતાની માતાને કહે છે કે, મેં આનો જીવ લઈ લીધો મારી ભૂલ થઈ ગઈ. આ ઘટના ભોજપુરમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, અનિલ ચૌધરી નામના વ્યક્તિએ સોમવારના રોજ પોતાની 28 વર્ષીય પત્નીનો જીવ લઈ લીધો હતો. બંને દસ વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા.
અનિલ હિંદુ છે અને તેની પત્ની અન્નુ મુસ્લિમ હતી. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને આરોપીના પિતાએ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર અનિલ અને અન્નુએ દસ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના છ વર્ષ બાદ બંને ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યારબાદ પરિવારજનોની સંમતિથી બંને પરિવાર સાથે રહેવા આવી ગયા હતા. બંનેનું જીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું. મળતી માહિતી અનુસાર અન્નુના પેલા લગ્ન થયા હતા. પરંતુ કેટલાક પારિવારિક વિવાદો ના કારણે તે પોતાના પતિથી અલગ થઈ ગઈ હતી. ત્યારબાદ તેને આરોપી અનિલ સાથે લગ્ન કર્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને આરોપીના પિતાએ જણાવ્યું કે, બંને વચ્ચે લગભગ દોઢ મહિનાથી વિવાદ ચાલી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ અન્નુ તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ અનિલે અન્નુના પરિવારના લોકો સાથે ઝઘડો કર્યો હતો. તેથી અન્નુએ આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. રવિવારના રોજ બંનેને મહિલા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને બંને વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ અન્નુ પોતાના સાસરિયામાં ગઈ હતી. રવિવારના રોજ રાત્રિનું ભોજન કર્યા બાદ બંને પતિ પત્ની ઉપરની રૂમમાં સુવા ગયા હતા અને બાકીના સભ્યો નીચે સૂઈ રહ્યા હતા. ત્યારે આરોપી અનિલે પોતાની પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. જ્યારે બીજા દિવસે અનિલ ની માતા રૂમની સફાઈ કરવા માટે દરવાજો ખખડાવે છે.
ત્યારે કોઈ દરવાજો ખોલતું નથી. ઘણા પ્રયાસો બાદ અનિલ રૂમનો દરવાજો ખોલે છે. ત્યારે અનિલની માતા અન્નુને જમીન પર પડેલી જોવે છે. અનિલ પોતાની માતાને કહે છે કે મેં આનો જીવ લઈ લીધો મારાથી ભૂલ થઈ ગઈ. ત્યારબાદ અનિલ ના પિતા આ ઘટનાની જાણ પોલીસને કરે છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.પોલીસે આરોપી અનિલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીવ લેવાનું કારણ હજુ પણ સ્પષ્ટ થયું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment