ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી એક વિચિત્ર જીવ લેવાની ઘટના સામે આવી છે. પડઘરીના તરઘડીમાં પ્રેમિકાએ પોતાના પતિ અને તેના ભાઈ સાથે મળીને પોતાના પ્રેમીનો જીવ લઈ લીધો હતો. ભારતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રેમીનું નામ ગૌતમ ગોહેલ હતું. તરધડી ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ગૌતમ નામના યુવકને ગામમાં રહેતી મધુ નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.
ત્યારબાદ બંને ભાગી ગયા હતા, પરંતુ થોડાક સમય બાદ બંને પાછા ઘરે આવ્યા હતા. જેનો ખાર પતિને ચડ્યો હતો અને ભાઈ સાથે મળીને ગૌતમનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું. પ્લાનના આધારે મધુએ પોતાના પ્રેમી ગૌતમને ફોન કરીને ગવરીદળ ગામે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ મધુએ પોતાના પતિ શૈલેષ અને તેના ભાઈ સાગર સાથે મળીને ગૌતમનો જીવ લઈ લીધો હતો.
ત્યારબાદ ત્રણેય મળીને ગૌતમના મૃતદેહને ઢોર બાંધવાના વાડામાં દાટી દીધું હતું. ઘટનાના 14 દિવસ બાદ પોલીસે કોલ ડિટેલ્સ ના આધારે આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગૌતમને ફોન કરનાર યુવતી અને બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ ત્રણેયની પૂછપરછ કરી હતી. પછી ત્રણેય આરોપીએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો અને ગૌતમને જે જગ્યાએ આપ્યો હતો તે જગ્યા પોલીસને બતાવી હતી.
પોલીસે ગૌતમના મૃતદેહને કબજે લઈને આરોપીઓ સામે જીવ લેવાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો 23 વર્ષીય ગૌતમ 14-11-2022 ના રોજ અચાનક જ ગુમ થઈ ગયો હતો. પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસે ગૌતમના કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી હતી.
કોલ ડિટેલ્સ પરથી પોલીસને મહત્વની કડી મળી હતી. ગૌતમના ફોન પર છેલ્લો ફોન મધુ નામની યુવતીનો આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મધુની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરી ત્યારે ચોકાવનારી બાબત સામે આવી હતી. મધુએ જણાવ્યું કે તેને સાગરના કહેવાથી ગૌતમને ફોન કરીને મળવા માટે બોલાવ્યો હતો.
14 નવેમ્બરના રોજ ગૌતમ મધુને મળવા માટે આવ્યો હતો. ત્યારે શૈલેષ અને સાગરે મળીને ધારદાર વસ્તુ વડે ગૌતમના માથા ઉપર પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ એક વાહનમાં ગૌતમના મૃતદેહને નાખીને ઘરે લઈ ગયા હતા.
ત્યાં ગૌતમના મૃતદેહને ઢોર બાંધવાના વાડામાં જસીબીની મદદથી ખાડો ગાળીને દાટી દીધો હતો. મળતી માહિતી અનુસાર મધુ અને મૃત્યુ પામેલો ગૌતમ બંને પ્રેમ સંબંધમાં હતા અને બંને 2020 માં ભાગી ગયા હતા. ત્યારબાદ બંને પરત પણ આવી ગયા હતા પરંતુ આ વાતનો ખાર મધુના પતિને હતો. જેથી તેને ખાર ઉતારવા માટે ગૌતમનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment