આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે એક મહિલાનો જીવ ટૂંકાવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે, પત્નીનો જીવ ટૂંકાવાનો વિડીયો પતિએ જ બનાવ્યો છે. હાલમાં આ ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આગરામાં બની હતી.
મળતી માહિતી અનુસાર મળતી માહિતી અનુસાર 32 વર્ષે રજનીના લગ્ન તાજગંજના બુઢાણા વિસ્તારમાં રહેતા રવિ સાથે 2011 માં થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે ઝઘડાઓ ખૂબ જ થતા હતા. તેમના લગ્ન પછી 11 વર્ષીય લક્ષ્ય અને 4 વર્ષીય પીન્ટુનો જન્મ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને રવિએ જણાવ્યું કે, રવિવારના રોજ મોદી સાંજે તે ઘરે આવ્યો ત્યારે તેની પત્નીએ રૂમમાં ગળાફાંસો ખાવાની તૈયારી કરી રહી હતી.
રવિ બારીમાંથી આ દ્રશ્ય જોઈ જાય છે. ત્યારબાદ રવિએ રૂમનો દરવાજો તોડીને પોતાની પત્નીને બચાવવાનો પ્રયાસ ન કર્યો. પરંતુ રવિએ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે બારીમાંથી પોતાની પત્નીના જીવ ટૂંકાવાનો વિડીયો બનાવ્યો. રવિ એ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે રૂમનો દરવાજો તોડીને રજનીને રૂમમાંથી બહાર કાઢી, પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસને રવિના મોબાઇલમાંથી આ ઘટનાનો વિડીયો અને ફોટા મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે રજનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રજનીના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે. હાલમાં પોલીસ પણ વિચારી રહી છે કે, આ ઘટનાના આરોપી ઉપર કઈ કલમ લગાવી જોઈએ. મૃત્યુ પામેલી રજનીના બાળકો સાથે પોલીસે વાતચીત કરી ત્યારે બાળકોએ જણાવ્યું કે, પપ્પાએ મમ્મીને બચાવી નહીં પરંતુ મમ્મીના ફોટા પાડ્યા હતા.
રજનીના મૃત્યુના કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. રવિએ કહ્યું કે, તેની પત્ની રજનીએ પહેલા પાંચ થી છ વખત આ પગલું ભરવાના પ્રયાસ કર્યા હતા. જેના કારણે તેને પોતાનો બચાવ માટે આ વિડીયો બનાવ્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment