પ્રબોધ સ્વામીને ભગવાન દેખાડવા તેના ચેલાએ મહાદેવનું અપમાન કર્યું, કહ્યું કે મહાદેવ પ્રબોધસ્વામીના શિષ્યના ચરણ…જુઓ વિડિયો

Published on: 11:28 am, Tue, 6 September 22

મિત્રો હરિપ્રસાદ સ્વામીના ધામગમન બાદ સોખડા સ્વામિનારાયણ સંસ્થાના બે ભાગ પડી ગયા છે. એક તો પ્રબોધ સ્વામી અને બીજા પ્રેમ સ્વરૂપ સ્વામી છે. ત્યારે પ્રબોધ સ્વામીના સાધુ મંડળ અને હરિભક્તોએ સોખડા સંસ્થામાંથી છૂટા થઈને પોતાની એક નવી સંસ્થા શરૂ કરી છે. ત્યારે હાલમાં પ્રબોધ સ્વામીના એક ચેલાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે.

પ્રબોધ સ્વામીનો ચલો સભામાં ભાન ભૂલી ગયો હતો અને તેને આ સભાની અંદર પ્રબોધ સ્વામીને ભગવાન શિવ કરતા પણ વિશેષ બતાવ્યા હતા. ભગવાને શિવને એક શિષ્યના ચરણ સ્પર્શ કરતા બતાવ્યા છે. આ સભા દરમિયાન આનંદ સાગર નામના સ્વામી ભગવાન શિવનું અપમાન કરતા દેખાઈ રહ્યા છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો ભારે ગુસ્સામાં ભરાયા છે. આનંદ સાગર સ્વામીએ સભામાં કહ્યું કે, કચ્છના નિશિત નામના એક યુવકને પ્રબોધ સ્વામીએ દર્શન આપ્યા હતા. આ યુવકને સ્વામી અવારનવાર દર્શન આપે છે, તેવી જ રીતે ગયા મહિનામાં પણ પ્રબોધ સ્વામીએ આ યુવકને દર્શન આપ્યા હતા.

જેમાં પ્રબોધ સ્વામી આત્મા વિધિ ધામની ધરતી ઉપર બેઠા હતા, અને સ્વામીએ નિશીતને બોલાવીને કીધું… મુખ્ય ગેટ પાસે જા. યુવક જ્યારે ત્યાં ગયો ત્યારે ત્યાં, તેને સાક્ષાત શિવજી ઉભા દેખાયા. પછી નિશીતે શિવજીની પ્રાર્થના કરી કે, આપ અહીંયા સુધી આવ્યા છો તો અંદર પધારજો જેથી પ્રબોધસ્વામીજીના આપને દર્શન થઈ જાય.

ત્યારે વધુમાં આનંદ સાગર સ્વામીએ યુવકનો અનુભવ જણાવતા કહ્યું કે, શિવજીએ આ યુવકને કહ્યું કે ” હું પ્રબોધ સ્વામીના દર્શન કરી શકું કેટલા મારા પુણ્ય જાગ્યા નથી. પણ મને તારા દર્શન થઈ ગયા એ મારા અહોભાગ્ય છે. એમ કહી, “શિવજીએ નિશીતના ચરણ સ્પર્શ કરીને ત્યાંથી જતા રહ્યા.”

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો ભારે ગુસ્સામાં ભરાયા છે અને આનંદ સાગરને માફી માંગવાનું કહ્યું છે. આ વિવાદ બન્યા બાદ આનંદ સાગર સ્વામીએ માફી માંગી છે. કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. તમામ શિવભક્તોની હું માફી માંગુ છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રબોધ સ્વામીને ભગવાન દેખાડવા તેના ચેલાએ મહાદેવનું અપમાન કર્યું, કહ્યું કે મહાદેવ પ્રબોધસ્વામીના શિષ્યના ચરણ…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*