દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો. કોરોનાની મહામારી વચ્ચે જનતા આ મોંઘવારીના કારણે ખૂબ જ ચિંતામાં છે. દેશમાં છેલ્લા 32 દિવસમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં 21 વખત વધારો થયો છે. આજે રાજ્યમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 27 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 29 પૈસાનો વધારો થયો છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 95 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 86 રૂપિયા એ પહોંચી ગયું છે. ગુજરાતના શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 92.33 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 92.90 રૂપિયા પર પહોંચી ગયો છે.
ગાંધીનગરમાં પ્રતિ લિટર પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ 92.53 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 93.9 રૂપિયા પર પહોંચી ગયો છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 92 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 92.57 રૂપિયા પહોંચી ગયો છે.
જામનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 92.26 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 92.82 રૂપિયા પહોંચી ગયું છે. જૂનાગઢમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 92.94 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.52 રૂપિયા પહોંચી ગયો છે.
સુરતના પ્રતિ લિટર પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ 92.35 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 92.93 રૂપિયા પહોંચી ગયો છે. સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં છ વાગે ફેરફાર કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment