મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વૈશ્વિક કોરોના મહામારી ની સ્થિતિમાંથી નાના વેપારીઓ, કારીગરો, ધંધા-રોજગાર કરનારાઓને ફરીથી ઉભા કરવા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત ₹ 1418 કરોડ રૂપિયા જરૂરીયાત મંદ લાભાર્થીઓને DBT દેવાયા છે. સામાન્ય વર્ગના લોકોને અને નાના ધંધા રોજગાર લોકો માટે સહાય યોજના નાના માણસ ની મોટી યોજના બની છે એમ પણ ઉમેરવામાં આવ્યું હતું. મંત્રી વિજય રૂપાણીએ વધારવા કહ્યું કે ધારાસભ્ય ઋષિકેશ પટેલના આત્મનિર્ભર.
ગુજરાત સહાય યોજના અંગે ઉપસ્થિત કરેલા ટૂંકી મુદ્દતના પ્રશ્નના જવાબમાં ગૃહ નેતા તરીકે સહભાગી થયા હતા. તેમને કહ્યું કે,માત્ર બે ટકા વાર્ષિક વ્યાજ દરથી લોનની આ યોજના રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમ યોજના છે.કોરોનાવાયરસ ખરાબ પરિસ્થિતિમાં લોકડાઉન કારણે વેપારી,ઉદ્યોગ-ધંધાને ખરાબ અને વિપરીત અસર પડી છે.
તેમાંથી ખાસ કરીને નાના વેપારીઓ,કારીગરો, વ્યવસાયિકો ₹ 1 લાખથી 2.50 લાખની લોન આપી પુનઃબેઠા કરવા રાજ્ય સરકાર યોજના શરૂ કરી છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના વેપાર ઉદ્યોગ.
ધંધા-રોજગારનેઉભા કરવા સરકારે 14 હજાર કરોડ ગુજરાત આત્મનિર્ભર પેકેજ પણ જાહેર કરેલું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment