ગાંધીનગરમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગાંધીનગર ચિલોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સવારે મોર્નિંગ પર નીકળ્યા હતા. ત્યારે બેફામ ગતિએ જઈ રહેલા છોટા હાથીના ચાલકે હેડ કોન્સ્ટેબલને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
તેથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ગાંધીનગર સેક્ટર 27 ખાતે રહેતા અને ચિલોડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બદલાવતા દિનેશભાઈ રૂપસિંહભાઇ સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા.
ત્યારે નાના-ગ થી મોટા-ધ રોડ તરફ છોટા હાથી ટેમ્પા ચાલકે દિનેશભાઈને જોરદાર ટક્કર લગાવી હતી. ટેમ્પા ચાલક ખૂબ જ ઝડપમાં જાઈ રહ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં ટેમ્પા ચાલકે દિનેશભાઈને એટલી જોરદાર ટક્કર લગાવી હતી કે દિનેશભાઈના માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ છોટાહાથી ટેમ્પા ચાલક દિનેશભાઈ ને ઇજાગ્રસ્ત હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો. અહીં હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે દિનેશભાઈને મૃત જાહેર કર્યા હતા.
દિનેશભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવારના લોકો અને પોલીસનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી આવ્યો હતો. આ ઘટના બનતા જે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.
અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો વાહન ચલાવતી વખતે વાહન હંમેશા ધીમા ચલાવવા જોઈએ કારણ કે કોઈક વખત આપણી ભૂલના કારણે બીજાનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment