ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. અને બીજી લહેર રાજ્યમાં ધીમેધીમે ઘટી રહી છે પરંતુ હજુ કોરોના ગયો નથી ત્યારે ગુજરાત ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકારને વધુ એક વાર આડેહાથ લીધા છે. આ વખતે તો ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકારને કડક શબ્દોમાં કહ્યું છે.
માસ્ક ન પહેરનાર પાસે નો કાયદો લગાવતી હાઇકોર્ટ સરકારને લાલ આંખ દેખાડી છે. આ સમગ્ર મામલો એ છે કે મેડીકલ સ્ટોરના એક વેપારી વિરુદ્ધ માસ્ક ન પહેરવાના આ મામલે ગુનો દાખલ થયો હતો.
ત્યારબાદ મેડીકલ સ્ટોરના વેપારીએ તેના પરથી કાયદો હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે મેડીકલ સ્ટોરના વ્યક્તિ પર પાસા કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ત્યારે મેડિકલ સ્ટોર ને આ વ્યક્તિ પર પાસા લગાડતા ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, રાજ્યમાં રાજકીય નેતાઓને માસ્ક ન પહેરવા બદલ પાસા નો કાયદો લગાવો. રાજ્યમાં ચૂંટણી વખતે નેતાઓ ખુલ્લા મોઢે રેલીઓ કાઢે છે.
ત્યારે તે નેતાઓ પર કેમ પાસા નો કાયદો લાગુ નથી થતો. વિચાર કરો કે એવા વાતાવરણ વચ્ચે જીવીએ છીએ. ગુજરાત હાઈકોર્ટે કહ્યું નિયમો બધા માટે સરખા હોવા જોઇએ.
કોરોનાની મહામારી રોકવા માટે આપણી પાસે બે જ ઉપાય છે જેમાં પહેલો ફરજિયાત માસ્ક પહેરવું અને બીજું સામાજિક અંતર નું પાલન કરવું. રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેર ના આવે તે માટે તમામ જનતા હોય કોરોના ના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment