ચાર અઠવાડિયામાં ખેડૂતોના પાક વીમાની સબસીડી નું પ્રીમિયમ ભરવા ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો : સાગર રબારી

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તથા બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઇ રબારીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત હાઇકોર્ટે ખેડૂતોને 2019 નો પાક વીમો ચુકવવા માટે યુનિવર્સલ સોંપો કંપનીને હુકમ કર્યો છે. 2019 માં ખેડૂતોએ પ્રીમિયમ ચૂકવી દીધું હતું પરંતુ ભાજપ સરકારે પોતાના ભાગની સબસીડી ની રકમ વીમા કંપનીની ચુકવી ન હતી

એટલા માટે આખા ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું હતું એવા ખેડૂતોને વિમાનો વળતર વીમા કંપની ચૂકવ્યું ન હતું જ્યારે નીચલી કોટે ખેડૂતોને વળતર ચૂકવવા માટે હુકમ કર્યો એની સામે યુનિવર્સલ સોપો કંપની ગુજરાત હાઇકોર્ટમાં ગઈ એવી દલીલ સાથે કે ગુજરાત સરકાર તરફથી પ્રીમિયમ સબસીડી ચૂકવાઇ નથી તો અમે ખેડૂતોને વળતર ચૂકવી શકે એમ નથી.

ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ ખૂબ જ સરસ ખેડૂતોના હિતમાં પક્ષ લીધો અને હુકમ કર્યો કે ગુજરાત સરકાર ચાર અઠવાડિયામાં યુનિવર્સલ સોંપો કંપની ને પોતાના ભાગની સબસીડી ની રકમ ચૂકવી આપે અને સબસીડી ની રકમ મળ્યા પછી એક અઠવાડિયાની અંદર યુનિવર્સલ સોપો કંપની જે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમના વિમાના વળતરની રકમ ચૂકવી આપે. ખાસ ચોખવટ એ કરવા માગું છું

કે આદેશ આખા ગુજરાતના ખેડૂતોને લાગુ નહીં પડે આ સ્પેશિયલ પીટીશન હતી એટલે કે જે ખેડૂત અરજદાર હતા એમને વળતર મળશે.તેઓએ વધુમાં કહ્યું કે વોટ નું વર્ણન ખેડૂતોના હિતમાં છે અને ભાજપ સરકાર ખેડૂતોના હકના હજારો કરોડો રૂપિયા વીમા કંપની સાથે મળીને દબાવી નાખ્યા છે અને આપણે કોઈપણ ભોગે એમની પાસેથી કઢાવવાના છે તેવું સાગર રબારી એ કહ્યું હતું અને ગુજરાત સરકારે અમારી પિટિશનના જવાબમાં એફિડેવિટ ફાઇલ કરી છે અને એમાં એમને કહ્યું કે ખૂબસ્ફોટક છે. આખી એફિડેવીટ નો કાનુની અભિપ્રાય લીધા પછી ગુજરાતી અનુવાદ લઈને હું ફરીથી આપ બધાની સામે આવીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*